Search This Blog

19 June 2023

જિનેટિક એન્જિનિયરિંગ | What is Genetic engineering.

 



આજે આપણે જિનેટિક એન્જિનિયરિંગ વિશે સમજીશું. જિનેટિક એન્જિનિયરિંગ શું છે? તે કેવી રીતે કામ કરે છે? તે આપણા જીવન પર કેવી અસર કરી રહી છે

જિનેટિક એન્જિનિયરિંગ શું છે?

આ એક એવી ફિલ્ડ છે જેમાં કોઈપણ જીવંત વસ્તુઓ જેમકે પ્રાણી,પક્ષી, છોડ કે માનવ ના જિન્સને સમજીને એમાં મોડિફિકેશન કરી ને જોઈતા ગુણધર્મો મેળવવાના  ટેકનિકલ જ્ઞાન ને જિનેટિક એન્જિનિયરિંગ કહેવાય છે. હવે તમને સવાલ થતો હોય કે આ જિન્સ શું હોય?  જિન્સ ને સમજવા માટે ની એક લાંબી પ્રોસેસ છે પરંતું શોર્ટ માં કોઈ પણ જીવંત વાસ્તુઓ નું શરીર હજારો-કરોડો સેલ થી બનેલુ હોય છે અને આ સેલ ની અંદર એક સ્ટ્રક્ચર હોય છે જેને જીન્સ કહેવાય છે અને આ સ્ટ્રક્ચર વારસાગત રીતે બનેલુ હોય છેઆ સ્ટ્રક્ચર માં ફેરફાર કરી ને જોઈતા ગુણધર્મો મેળવી શકાય છે. 

તે કેવી રીતે કામ કરે છે?

જિન્સને બદલવા જેનોમી એડિટિંગ નો ઉપયોગ થાય છે. જેમાં સૌથી સારી સિસ્ટમ ક્રિસ્પર-કૅર્સ૯(CRISPER cas9) ને માનવામાં આવે છે. કેમ કે તે તે અન્ય જીનોમ સંપાદન પદ્ધતિઓ કરતાં ઝડપી, સસ્તું, વધુ સચોટ અને વધુ કાર્યક્ષમ છે. ક્રીસ્પર ટેકનોલોજી નો ઉપયોગ કરીને  હ્યુમન બોડી માં પણ ગણા બધા બદલાવ કરી શકાશે. જેમકે આપણી ઊંચાઈ-લંબાઈ વધારી શકાશે ઘટાડી શકાશે , આપડો સ્વભાવ, આપડ ને થતા ગંભીર રોગો નુ નીવારણ જેમ કે કેન્સર,વધતી ઉમર ને રોકવી  આ બધુંજ જિનેટિક એન્જિનિયરિંગ ની મદદથી ભવિષ્ય માં શક્ય હશે . છે ને નવાઈ ની વાત! 




તે આપણા જીવન પર કેવી અસર કરી રહી છે?

આ સાયન્સ નો ઉપયોગ હાલ માં છોડ-વનસ્પતિ ઉપર થઇ રહ્યો છે અને ઘણા એવા એક્સપેરિમેન્ટ કર્યા છે જેનો લાભ સીધો માનવ જીવન ને થઇ રહ્યો છે. જેમકે ગોલ્ડન રાઇસ, આ એક  પ્રકારનું જિનેટિક એન્જિનિરીંગ નો ઉપયોગ કરી વિકસાવવામાં આવેલું અનાજ છે. જ્યારે 1980ના દાયકામાં મોટાભાગના દેશોમાં લોકોમાં વિટામિન A ની ઉણપ થવા લાગી અને મોટા ભાગના બાળકો કુપોષણનો શિકાર થવા લાગ્યા હતા. આ સમસ્યાને નિવારવા વૈજ્ઞાનિકોએ જિનેટિક એન્જિનિયરિંગ ની મદદથી ગોલ્ડન રાઈસ નો આવિષ્કાર કર્યો. ગોલ્ડન રાઈસમાંથી મેળવેલ કેરોટીન માનવમાં અસરકારક રીતે વિટામિન A માં રૂપાંતરિત થાય છે. આવા તો ઘણા ઉદાહરણો છે જેમકે નોન- ક્રાઇંગ ઓનિઓન, હવે ડુંગળીનું સંશોધન કરવામાં આવી છે જેના સમારવાથી આંખમાં પાણી નહીં નીકળે. ફાસ્ટર ગ્રોઈંગ ટ્રી, સાઈઝમાં મોટા અને લાંબા સમય સુધી ચાલતા ટમેટાં, જંતુનાશક મકાઈ જે  જિનેટિક એન્જિનિયરિંગના ઉદાહરણો છે.







No comments:

Post a Comment